Article

સાંજ ની ચા.

સાંજ, લોકો થી ભરેલો એક કાફે અને હું. બઉ ખરાબ  કોમ્બિનેશન હતું. ચા થી ટેવાયેલી હું કોફી જોડે ભ‌ળવામા બઉ વાર લાગે. ચા, એ ખાલી મારી ખાલી ચા નથી . ચા એક મારી અંદર ધૂળ ની ડામરીઓ શાંત કરતો વરસાદ છે. ચા મારી માટે લાગણી છે. મારી મમ્મી જોડે મારી નાની જોડે મારી માસી જોડે  વિતાવેલી એ પળો છે. ઉકડતી ચા ની મહેક સાથે બપોરિયું કરીને ઊઠવું. રસોડા માં વાટકો લઈ ને બેસી જવું. બધા ભાઈ બહનો માં કોણ જલ્દી પી લે એની રેસ લગાવવી અને જલ્દી થી પી ને બાર રમવા ભાગી જવું. આ હતું ઉનાડા ની રજાઓ ની એક નાનકડી યાદગીરી. 

ચા જોડે એક નઇ અનેક યાદગીરીઓ જોડાયેલી છે પણ મોટે ભાગે સવાર ની. પણ સાંજ ની એ શાંતિ વાળી  ચા, આખું ઘર શાંતિ થી બેસી ની ગપ મારતા મારતા, એક બીજા ની મજાક કરતાં. કોઈ નવી વસ્તુ ની, નવી સિરિયલ ની કે પછી પાડોશ માં રહેતા લોકો ની જ વાતો. બસ એ શાંતિ થી થતી વાતો. ભાઈ ની સાથે થતો મીઠો જગડો કે પછી એની જ સાથે થતી કરિયર ની વાતો અને છેલ્લે મમ્મી નું એવું કઈ ન ઊભા થવું કે, ‘તમારે કઈ કામ નથી મારે ગણા છે. ઊભા થાઓ હવે.’ 

સ્કૂલ માં થી આવતા ની સાથે જ પેલા ચા નો કપ હાથ માં જોઈએ. ચા પીતા પીતા જ લેશન કરવાનું. જાણે કોઈ મોટી ઓફિસ માં સાહેબ બેસી ને કામ કરતાં હોય. 

સવાર ની ચા માં ઉર્જા હોય છે, નવો સ્વાસ હોય છે. જ્યારે સાંજ  ની ચા મા શાંતિ. 

સાંજ ની એ ચા , ઘર અને હું. બઊ યાદ આવે આ નોખા શહેર મા. 

કોઈક એ મને કીધું હતું, તું ગુજરાતી મા બઊ લખીશ જ્યારે તું ગુજરાત થી દૂર હોઈશ. કોને ખબર હતી કે હું સઊથી પેલા ચા વિષે લખીશ.

***

જોડણી ની ભૂલ હશે. બે યાર કોમ્પુટર મા ગુજરાતી લખવું અઘરું પડે છે. મને નથી ખબર આગડ શેના વિષે લખવુ, કોઈ તમારો વિચાર હોય તો જણાવજો . આની અંદર પણ ગણુંબધુ લખી શકાય છે પણ બસ, હવે મને વધારે ઘર ની યાદ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *